ફિલ્મ જગત
News of Friday, 9th April 2021

કન્નડ બિગ બોસ-7ની સ્પર્ધક ચૈત્રએ ફિનાઈલ ગટગટાવ્યું : પતિ સહિત સાસરવાળા પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ

મુંબઈ: બિગ બોસ કન્નડની સિઝન 7 ના પૂર્વ સ્પર્ધક ચૈત્ર કોટુરે 8 એપ્રિલે ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલો અનુસાર ચૈત્ર તે સમયે કોલરમાં તેના ઘરે હતી. હાલત વધુ વણસી જતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી . ચૈત્રની હાલત હવે સારી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે સાસરિયાઓ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, ચૈત્રએ ગયા મહિને ઉદ્યોગપતિ નાગાર્જુન સાથે લગ્ન કર્યા હતા. મંદિરમાં તેમના લગ્નની તસવીર પણ વાયરલ થઈ હતી. એક  અહેવાલ મુજબ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચૈત્ર ઘણા વર્ષોથી નાગાર્જુન સાથે સંબંધમાં હતી. એવા અહેવાલો છે કે નાગાર્જુનના ઘરના સભ્યો આ લગ્ન માટે તૈયાર નથી અને તેણે ચૈત્રને ઘરમાં પ્રવેશવા દીધી ન હતી. અહેવાલો અનુસાર ચૈત્રએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે નાગાર્જુનનાં પરિવારે તેમને સારો કહ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આત્મહત્યાના પ્રયાસ બાદ બંને લોકોના પરિવારજનોને પણ પોલીસ મથકે પહોંચવા હાકલ કરવામાં આવી હતી.

(5:22 pm IST)