ફિલ્મ જગત
News of Friday, 9th April 2021

હોરર સિરીઝમાં મુખ્ય ભુમિકા ભજવશે નિક્કી

દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી નિક્કી તંબોલીને દર્શકો હવે બિગ બોસ-૧૪ની અંતિમ સિઝનને કારણે ઓળખતા થઇ ગયા છે. તેણે બે વર્ષ પહેલા ત્રણ તેલુગુ અને તમિલ ફિલ્મો કરી હતી. જેમાં કાંચના-૩માં તેનો દિવ્યાનો રોલ હતો. બિગ બોસમાં ભાગ લેનારા લગભગ ઘણા સ્પર્ધકોની બાદમાં કિસ્મત ચમકી જતી હોય છે. નિક્કી સાથે પણ આવુ જ થયું છે. તેને બાલાજી ટેલિફિલ્મ્સ તરફથી એક વેબ સિરીઝમાં મુખ્ય રોલ મળી ગયો છે. હોરર જોનરની આ સિરીઝ છે. છેલ્લા કેટલાક સમયથી ડિજીટલ પ્લેટફોર્મ પર સતત હોરર વિષયોની વધુ માંગ રહેતી હોઇ એકતા કપૂરે આ પ્રકારની ત્રણ વેબ સિરીઝ ફાઇનલ કરી છે. જેમાંથી એક વેબ સિરીઝ માટે નિક્કીની પસંદગી થઇ છે.  નિક્કી એવી યુવતિનો રોલ નિભાવી રહી છે એકલી પ્રવાસ કરતી હોય છે અને કોઇનાથી ડરતી નથી. એક હિલ સ્ટેશને પહોંચતા જ એવી ઘટનાઅખો બને છે જે ભયાનક ડર ફેલાવે છે. શિમલામાં આ સિરીઝનું શુટીંગ થશે.

(10:02 am IST)