ફિલ્મ જગત
News of Friday, 9th April 2021

આ વખતે ડબલ રોલ કરીને વધુ ખુશ છે હીબા

સબ ટીવીના કોમેડી શો જીજાજી છત પર કોઇ હૈમાં અભિનય કરી રહેલી હીબા નવાબ એક વર્ષ પછી ટીવી પરદે પાછી આવી છે. આ વખતે તેને ડબલ રોલ કરવાની તક મળતાં તે વધુ ખુશ છે. હીબાએ સંગીત વિડીયોનું કામ હાથ પર લીધું હોવાથી એક વર્ષ સુધી તે ટીવી પરદાથી દૂર રહી હતી. આમિર અલી સાથેના એક વિડીયોમાં તે તાજેતરમાં જોવા મળી હતી. હીબા કહે છે મને ટાઇપકાસ્ટ થવાનો એટલે કે એક જ પ્રકારના રોલ વારંવાર કરવાનો કોઇ ડર કે ચિંતા નથી. મને જે ગમે છે એ હું કરુ છું. કોમેડી મને વધુ પ્રિય છે. જીજાજી છત પર હૈ શો કર્યા પછી મને સમજાયું હતું કે હું કોમેડી પણ સારી રીતે કરી શકુ છું. લોકડાઉનના સમયમાં મેં મ્યુઝિક વિડીયો પર કામ કરીને મારી લાંબા સમયથી ઇચ્છા પણ પુરી કરી લીધી હતી. હીબાએ આમીર અલી સાથે વિડીયોમાં કામ કરતાં તેનું નામ પણ તેની સાથે જોડાયું હતું અને અફવા ફેલાઇ હતી. પણ તે આ વિશે કંઇ કહેતી નથી.

(10:01 am IST)