ફિલ્મ જગત
News of Thursday, 9th April 2020

નોરાને કરવો છે રિતીક સાથે ડાન્સ

નોરા ફતેહી બોલીવૂડમાં એવું નામ બની ગઇ છે જેને સાંભળતા જ ચાહકોના દિલોની ધડકન વધી જાય છે. તેના ડાન્સ મુવ્સ અને ફિટનેસ થકી તે સોૈ કોઇને પોતાના ચાહક બનાવી લે છે. નોરા ફિલ્મોમાં અભિનય કરતાં વધુ તેના ડાન્સ અને સ્ટાઇલને કારણે વધુ જાણીતી છે. યુવાઓ અને બાળકો પણ નોરાના ડાન્સ અને ગીતોને પસંદ કરે છે. નોરા તાજેતરમાં એક ચેટ શોમાં હાજર રહી હતી. અહિ તેણે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે તેની ઇચ્છા સુપરસ્ટાર રિતીક રોશન સાથે ડાન્સ કરવાની છે. તેણે કહ્યું હતું કે હું બોલીવૂડમાં હમેંશા એક જ અભિનેતાને દિલથી ચાહુ છું અને એ છે રિતીક રોશન. આ જબરદસ્ત અભિનેતાની સાથે હું ફિલ્મમાં કામ કરવા ઇચ્છુ છું. નોરા રિતીકની ખુબ મોટી ચાહક છે. નોરા કહે છે હું તેના જેવી જ ડાન્સર બનવા ચાહુ છું. નોરા ડાન્સર સાથે એક ગાયીકા અને અભિનેત્રી પણ છે. છેલ્લે સ્ટ્રીટ ડાન્સર થ્રીડીમાં પણ તેનું કામ ખુબ વખાણાયુ હતું. હોટ અને બોલ્ડ એવી આ અભિનેત્રીના ઇંસ્ટાગ્રામ પર લાખો ચાહકો છે. ૧૨ મિલિયન લોકો તેને ફોલો કરી રહ્યા છે.

(9:30 am IST)