ફિલ્મ જગત
News of Thursday, 9th April 2020

ટીવી અભિનેત્રી રતન ગામડામાં ફસાઇ

કોરોનાને કારણે ૨૧ દિવસના લોકડાઉનમાં બધુ જ ઠપ્પ થઇ ગયું છે. ફિલ્મો-ટીવી શોના શુટીંગ પણ બંધ હોવાથી કલાકારો પોતપોતાના ઘરોમાં કેદ છે. ટીવી અભિનેત્રી રતન રાજપૂત લોકડાઉનને કારણે પોતાના ગામડાના ઘરમાં ફસાઇ ગઇ છે. તેણે ત્યાંની અનેક તસ્વીરો સોશિયલ મિડીયામાં પોસ્ટ કરી હતી. તે પોતે કપડા ધોતી હોય અને વાસણ માંજતી હોય હોય તેવી તસ્વીરો અને વિડીયો જોવા મળ્યા છે. રતને કહ્યું હતું કે અહિ ગામડાના ઘરમાં સુવિધાઓ ખુબ ઓછી છે. ટીવી પણ ન હોવાથી રોજબરોજના સમાચારો જાણવામાં પણ ખુબ મુશ્કેલી ઉભી થઇ છે. બાથરૂમ છે પણ તેમાં દરવાજો નથી, કપડાની આડશનો દરવાજો બનાવવો પડે છે! રતને કહ્યું હતું કે બ્રશ કરવાથી માંડીને વાસણ સાફ કરવા સુધીની એક જ જગ્યા છે. મને હતુ કે થોડા દિવસમાં બધુ પુરૂ થઇ જશે.  પરંતુ લોકડાઉનને કારણે વધુ સમય અહિ રહેવું પડે તેમ હોવાથી હવે ઘરને રહેવા લાયક બનાવી લીધું છે.

(9:29 am IST)