ફિલ્મ જગત
News of Thursday, 9th April 2020

શકુનની ફિલ્મ કરવા દિપીકા આતુર

દિપીકા પાદુકોણ હવે પછી શકુન બત્રા સાથે ફિલ્મ કરવાની છે. આ ફિલ્મની કહાની સત્ય ઘટના પર હોવાનું કહેવાય છે. અભિનેત્રી અને નિર્દેશક વચ્ચે ફિલ્મ વિશે ચર્ચા થઇ ચુકી છે. દિપીકાએ કહ્યું હતું કે હું શકુન સાથે કામ કરવા માટે તત્પર છું. શકુને અગાઉ કપૂર એન્ડ સન્સ નામની ફિલ્મનું નિર્દેશન કર્યુ હતું. આ ફિલ્મ રિલેશન અને લોકોની કહાની પર આધારીત હતી. દિપીકા સમગ્ર ટીમ સાથે શ્રીલંકામાં શુટીંગના પ્રથમ શેડ્યુલ માટે જવા તૈયાર જ હતી. પરતુ કોરોનાને કારણે લોકડાઉન જાહેર થતાં હાલ કામ અટકી પડ્યું છે. લોકડાઉન પુરૂ થતા જ પોતે શકુનની ફિલ્મનું કામ શરૂ કરશે તેમ દિપીકાએ કહ્યું હતું. આ દિવસની પોતે આતુરતાથી રાહ જોઇ રહી છે. દિપીકાએ કહ્યું હતું કે શકુનની ફિલ્મોથી હું ખુબ પ્રભાવીત છું. તેની ફિલ્મોને મેં હમેંશા એક દર્શકના અને એક કલાકારના રૂપમાં જોવાનો આનંદ માણ્યો છે. લોકોના સંબંધો પર આધારીત શકુનની આવી ફિલ્મોનો ભાગ બનવાનું મને પસંદ છે. મારી ફિલ્મમાં એક કહાની અને એક કથા છે. દરેક દ્રશ્યો ખુબ જ રસપ્રદ હશે.

(9:28 am IST)