ફિલ્મ જગત
News of Tuesday, 9th March 2021

પરિણીતી ચોપડાની આવનારી ફિલ્‍મ ‘સાઇના'નું ટ્રેલર આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે રિલીઝઃ સિને રસિકોએ આવકાર્યુ

નવી દિલ્હી: પરિણીતી ચોપડાની પ્રખ્યાત ફિલ્મ 'સાઇના'નું ટ્રેલર આવી ગયું છે. આ ટ્રેલર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આવ્યું છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મના ટીઝરમાં પહેલાથી ઘણા દમદાર ડાયલોગ્સ બોલાયા હતા, હવે ટ્રેલરમાં પણ ઘણા બધા ડાયલોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મ 'સાઇના'નું આ ટ્રેલરને લોકો ખૂબ પસંદ આવી રહ્યું છે.

ટ્રેલર રીલિઝ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સાયનાનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલની ભૂમિકામાં પરિણીતી ચોપડાનો દમદાર અભિનય જોવા મળશે. ટ્રેલરની શરૂઆત સાઇનાની માતાના પાત્રમાં જોવા મળેલી 'મેઘના મલિક' થી થાય છે. મેઘના એકદમ હરિયાણવી એક્સેન્ટમાં નાની સાઈનાને બેડમિંટન સ્ટાર બનવાના સપના દેખાળતા ડાયલોગ બોલતી જોવા મળે છે. મેઘના મલિકની એક્ટિંગ પણ જોરદાર લાગે છે. પરિણીતી ચોપડા ઘણા દ્રશ્યોમાં સાયનાના રોલમાં હંમેશાની જેમ ચુલબુલીની જગ્યાએ એકદમ ભોળી જોવા મળી રહી છે. સાઈનાના કોચ ચુલેલા ગોપીચંદના રોલમાં માનવ કૌલ હંમેશાની જેમ ખૂબ જ આશાસ્પદ જોવા મળે છે.

આ ફિલ્મોમાં જોવા મળશે પરિણીતી

તમને જણાવી દઈએ કે, થિયેટરોમાં આ વર્ષે પરિણીતી ચોપડાની આ બીજી રીલિઝ ફિલ્મ હશે. આ પહેલા પરિણીતી ચોપડા 19 માર્ચે સિનેમાઘરોમાં રીલિઝ થનારી યશરાજ બેનર ફિલ્મ સંદીપ અને પિંકી ફરારમાં જોવા મળશે, જેમાં તે અર્જુન કપૂર સાથે જોવા મળશે. આ વર્ષે તેની પહેલી ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેન છે, જેને 26 ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. પરિણીતી ચોપડા છેલ્લે 2019 માં સ્ક્રીન પર જોવા મળી હતી. અક્ષય કુમારની ફિલ્મ કેસરીમાં તેણીની ખાસ ભૂમિકા હતી, જ્યારે તે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે 'જબારીયા જોડી'માં જોવા મળી હતી.

(5:36 pm IST)