ફિલ્મ જગત
News of Tuesday, 9th March 2021

કેન્‍દ્રીય મંત્રી રમેશ પોખરિયાલની પુત્રી બોલિવૂડમાં ઝંપલાવશેઃ આરૂષિની તસ્‍વીરો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થતા છવાઇ ગઇ

અમદાવાદઃ ફિલ્મી દુનિયામાં તમને વધુ એક નવો ચહેરો નજર આવવાનો છે. જે કોઈ મોટા સ્ટારની દિકરી નથી પરંતુ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની દિકરી આરુષિ નિશંક છે. જેની તસવીરો આગની જેમ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

કેન્દ્રીયમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની દિકરીની તસવીરોએ સોશિયલ મીડિયા પર ચર્ચા  જગાવી રહી છે. આરુષિ નિશંક પોતાના ફિલ્મની કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.

નેવીની મહિલા અધિકારીઓની બહાદુરી પર બનેલી ફિલ્મ તારિણીથી આરુષિ ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મની જાહેરાત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કરવામાં આવી.

આરુષિ નિશંક મલ્ટી ટેલેન્ટેડ છે. મોડેલ હોવાની સાથે તે સારી કથક ડાન્સર છે. અને હવે તે ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

ગ્લેમર વર્લ્ડમાં એક્ટિવ હોવાની સાથે આરુષિ નિશંક નારી સશક્તિકરણ, સામાજિક અને પર્યાવરણના ક્ષેત્રમાં પણ એટલી જ સક્રિય છે.

આરુષિ જે ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે, તે વીરાંગનાઓના પ્રધાનમંત્રી મોદી પણ વખાણ કરી ચૂક્યા છે. છ મહિલા નેવી અધિકારીઓના સાહસ પર ફિલ્મ તારિણી બની રહી છે.

તમામ મહિલા અધિકારીઓએ મેઈક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલી તારિણી નૌકામાં સવાર થઈને 21 હજાર 600 નોટિકલ માઈલ્સની સફર પુરી કરી હતી. આ સાથે તેમણે ઈતિહાસમાં પોતાનું નામ દાખલ કરાવ્યું છે.

(5:35 pm IST)