કલર્સ ટી.વી.ના ડાન્સ દીવાનેમાં રાજકોટના મનીષ જાની 'બેક મૂન વોક'નો જાદુ રજુ કરશે : શનિ-રવિ શો
રાજકોટ તા. ૮ : ઝીગ ઝેગ ડાન્સ એકેડેમીના નામથી રાજકોટ અને જુનાગઢના યુવક યુવતિઓને ડાન્સની તાલીમ આપતા મનીષ જાની આગામી શનિ- રવિ દરમિયાન કલર્સ ટી.વી. પર ડાન્સ દીવાનેમાં 'બેક મૂન વોક' નું અદ્દભુત પરફોર્મન્સ કરવા જઇ રહ્યા છે.
તેઓ કહે છે કે 'ડાન્સ ઇન્ડીયા ડાન્સ' માટે પણ મે તૈયારી કરી હતી. પરંતુ વયના કારણે સ્થાન મળ્યુ નહોતુ. ત્યાર બાદ ઇન્ડીયા ડાન્સીંગ સુપર સ્ટારમાં જૈમીન ખખ્ખર સાથે નસીબ અજમાવ્યુ હતુ. પણ નસીબે યારી ન આપી.
હવે જયારે મે પ્રોફેશન બદલી નાખ્યુ ત્યારે અચાનક કલર્સ ટી.વી.માંથી કોલ આવ્યો. મુંબઇ ઓડીશન માટે આમંત્રણ મળ્યુ. લેવલ-૧ અને ર પાસ કર્યા ત્યાં કોરોના નડી ગયો. શો પાછો ઠેલાયો. પણ મહેનત કયારેય એળે જતી નથી. તેમ મને ફરી હમણા કોલ આવ્યો. સ્ટુડીયો રાઉન્ડમાં સુપર પરફોર્મન્સ આપ્યુ. ખુદ માધુરી દીક્ષીત અને ધર્મેશ મારૂ 'બેક મૂન વોક' જોઇને દંગ થઇ ગયા હતા. દર્શકો આ શો શનિ - રવિ કલર્સ ટી.વી. પર નિહાળી શકશે.