ફિલ્મ જગત
News of Tuesday, 9th March 2021

પુરો વિશ્વાસ છે ફિલ્મ ખુબ ચાલશેઃ માનુષી

પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલીવૂડમાં અક્ષય કુમાર સાથેની ફિલ્મ પૃથ્વીરાજથી અભિનય કારકિર્દીનો આરંભ કરી રહી છે. આ ફિલ્મ આ વર્ષના દિવાળીના તહેવારો પર આવવાની છે. પ્રિયંકા ચોપડાએ ખિતાબ જીત્યા પછી સત્તર વર્ષ બાદ માનુષીએ આ ખિતાબ જીત્યો હતો. માનુષી પોતાની જાતને નસીબદાર સમજે છે કે તેને બોલીવૂડમાં શરૂઆત કરવા માટે પૃથ્વીરાજ જેવી ફિલ્મ મળી છે.  તે કહે છે હું મોટી થઇ રહી હતી ત્યારે અમે  દર દિવાળીના તહેવાર પર ફિલ્મ જોવા જતાં હતાં. હવે હું ખુશ છું કે આ દિવાળી પર ખુદ મારી જ ફિલ્મ જોવા મળશે. ત્રેવીસ વર્ષિય આ સુંદરી કહે છે મેં મારી આ પ્રથમ ફિલ્મ માટે મારું બધુ ન્યોછાવર કર્યુ છે. મેં આ મહત્વની ભુમિકા માટે એક વર્ષથી વધુ તૈયારી કરી હતી. મને વિશ્વાસ છે કે ફિલ્મ ખુબ ચાલશે અને લોકો ખુબ પસંદ કરશે.  દિપીકાને પણ તેની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ ખુબ ફળી હતી અને એ પણ દિવાળીના તહેવારમાં આવી હતી.  

(10:30 am IST)