ફિલ્મ જગત
News of Saturday, 9th March 2019

કુલી નંબર વનની રિમેકમાં હિરોઇનનો મામલો હજુ ગુંચવાયેલોઃ આલિયા ભટ્ટ કે સારા અલી ખાન ?

મુંબઈ : લેટેસ્ટ સમાચાર પ્રમાણે ડેવિડ ધવન તેમની જ સુપરહિટ ફિલ્મ 'કુલી નંબર વન'ની રિમેક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ ફિલ્મની હિરોઇનનો મામલો શરૂઆતથી જ ગુંચવાયેલું હતું. હકીકતમાં ફિલ્મમાં પહેલાં સારા અલી ખાનને લેવાનું પ્લાનિંગ હતું પણ હવે તેની જગ્યાએ આલિયા ભટ્ટને સાઇન કરવામાં આવી હોવાના સમાચાર હતા જોકે, હમણાં વરૂણ ધવને વાતવાતમાં ઇશારો કરી દીધો છે કે આ ફિલ્મમાં આલિયા નથી પણ સારા જ છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મને ડેવિડ ધવન જ ડિરેક્ટ કરશે અને એ 2019માં ફ્લોર પર જશે. ગોવિંદા અને કરિશ્મા કપૂર અભિનીત કુલી નંબર 1995માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને કારણે કરિશ્માને બહુ લોકપ્રિયતા મળી હતી.

 

બીબીસીને આપેલા એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં વરૂણ ધવને કુલી નંબર વનની રિમેકના સવાલ પર જવાબ આપ્યો હતો કે તે દરેક ફિલ્મ આલિયા ભટ્ટ સાથે ન કરી શકે. આ ફિલ્મમાં શું તે સારા સાથે કામ કરી રહ્યો છે એ વાતનો જવાબ આપતા તેણે કહ્યું છે કે આ વાતની યોગ્ય સમયે ખબર પડી જશે. હું અને આલિયા દરેક ફિલ્મમાં સાથે કામ ન કરી શકીએ. હવે આ ફિલ્મ માટે આલિયાને બદલે સારાને લેવાનું લગભગ ફાઇનલ છે. ચર્ચા છે કે આલિયાના બોયફ્રેન્ડ રણબીર અને વરૂણ વચ્ચે ખાસ મિત્રતા નથી જેના કારણે આલિયા 'કલંક' પછી હાલમાં વરૂણ સાથે કોઈ ફિલ્મમાં કામ કરવા નથી માગતી. આમ, રણબીર અને વરૂણ વચ્ચેના ઝઘડાનો ફાયદો સારાને મળ્યો છે. 

વરૂણ અને રણબીરના સંબંધો ખાસ મિત્રતાપૂર્ણ નથી. બોલિવૂડમાં રણબીર કપૂર અને વરૂણ ધવન બંનેની ગણતરી પ્રતિભાશાળી સ્ટાર તરીકે થાય છે.  વરુણ અને રણબીર માટે આ વર્ષ ખૂબ સારું રહ્યું છે. રણબીરની ફિલ્મ સંજૂ બ્લોકબસ્ટર રહી છે તો સામા પક્ષે વરુણ ધવનની ફિલ્મ સુઈ-ધાગાએ પણ સારી એવી કમાણી કરી. આ બંને આલિયા ભટ્ટની બહુ નજીક છે. વરૂણ અને આલિયા વચ્ચે બહુ જ સારી મિત્રતા છે જ્યારે રણબીર તો આલિયાનો લેટેસ્ટ બોયફ્રેન્ડ છે. જોકે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આ બંને કલાકારો વચ્ચે બહુ મોટો ઝઘડો થયો છે. રિપોર્ટ્સ મુજબ લડાઈ બાદથી જ બંને સ્ટાર્સ વચ્ચે વાતચીત પણ બંધ છે.જોકે વરુણના નિકટના લોકોએ આ રિપોર્ટનું ખંડન કર્યું છે.

(4:17 pm IST)