સલમાનના બોડીગાર્ડ શેરાને મળ્યો એવોર્ડ :તગડી સેલેરી પામતા શેરાના જીવન પરથી પ્રેરિત હતી ફિલ્મ ''બોડીગાર્ડ'
શેરાની સાથે સલમાન તેના દિકરા ટાઈગરને પણ ફિલ્મોમાં લૉન્ચ કરવાની તૈયારીમાં
મુંબઈ :ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો સુપરસ્ટાર સલમાનખાનનો બોડીગાર્ડ શેરા છેલ્લાં 20 વર્ષથી સલ્લુનો બૉડીગાર્ડ છે સલમાન ખાનની સુરક્ષા માટે દિવસ-રાત સાથે રહેવાને કારણે પર્સનલ બૉડીગાર્ડ શેરાને તેની ઍજન્સી તરફથી બૅસ્ટ સિક્યોરિટી ઍવોર્ડથી સન્માનિત કરાયો છે. શૅરાને આ ઍવોર્ડ માધુરી દિક્ષિતે આપ્યો હતો.
શેરાની સાથે સલમાન તેના દિકરા ટાઈગરને પણ ફિલ્મોમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે. એક વખતે સલમાને ટાઈગરના વખાણ કરતાં કહ્યું હતું કે તેની પર્સનાલિટી અને લૂક્સના આધાર પર હું કહી શકું છે કે આપણી પાસે એક હીરો છે.
સલમાનની સફળતામાં શેરાનો પણ મોટો હાથ છે. શેરા એક સિખ ફેમિલીમાંથી આવે છે. તેનું અસલી નામ ગુરમીત સિંહ જૉલી છે.1995માં એક પાર્ટી દરમ્યાન શૅરાની મુલાકાત સલમાન ખાનથી થઈ. ત્યાર બાદ એક વખતે સલમાન ખાન ચંડીગઢ ગયો હતો જ્યાં ભીડમાં ખરાબ રીતે ફસાયો હતો. ત્યારે સોહેલ ખાને વિચાર્યું કે સલમાનને એક સારા બૉડીગાર્ડની જરૂરત છે સૉહેલના દિમાગમાં શેરા આવ્યો. સોહેલ શૅરાના ફિઝિક્સથી ઘણો ઇમ્પ્રેસ હતો. સોહેલે શૅરાનો કૉન્ટેક્ટ કર્યો અને પૂછ્યું ભાઈની સાથે હમેંશા રહીશ. ત્યારે શૅરાએ કંઈ પણ વિચાર્યા વિના હા કરી દીધી હતી. ત્યારથી આજ સુધી સલમાન ખાનની સાથે શૅરા ખડેપગે રહે છે.
શૅરા સલમાનને માલિક કહે છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે માલિક જ મારી માટે બધું છે. તે મારા ભગવાન છે. માલિક જ્યાં જ્યા છે ત્યાં હું સાથે હોઉં છું. હું તેમને એક આંચ પણ નથી આવવા દેતો. શેરા સલમાન માટે માત્ર એક બૉડીગાર્ડ જ નથી પરંતુ તેના પરિવારનો હિસ્સો પણ છે.
પોતાની સિક્યોરિટી માટે સલમાન શૅરાને તગડી સેલરી પણ આપે છે. શૅરાને સલમાન દર મહિને 15 લાખ રૂપિયા પગાર તરીકે આપે છે. સલમાનની ફિલ્મ બૉડીગાર્ડ શૅરાના જીવનથી જ પ્રેરિત હતી. શૅર અમિતાભ બચ્ચન જેવા મોટાં કલાકારોને પણ સિક્યોરિટી આપી ચૂક્યો છે. સાથે જ TIGER SECURITY નામની એક કંપની પણ ચલાવે છે.