ફિલ્મ જગત
News of Friday, 9th March 2018

સારી TRP હોવા છતાં શા માટે બંધ થશે 'સાવધાન ઇન્ડિયા' શૉ: જાણો આ છે કારણ

મુંબઈ: ટેલિવિઝનનો સર્પથી પોપ્યુલર અને હાઈ ટીઆરપી ધરાવતો ક્રાઇમ બેસ્ડ શો સાવધાન ઇન્ડિયાના ફેન્સ માટે એવી ખબર આવી છે જે જાણીને તેઓ જરૂર દુઃખી થઇ જશે. આ શો હવે બંધ કરવાનો હોવાની જાણકારી મળી રહી છે. આ શોને રાતો રાત બંધ કરી દેવાના નિર્દેશ મળ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર મનોરંજન ચેનલ સ્ટાર ભારત પર પ્રસારિત થતા આ શોને ચેનલ દ્વારા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાવધાવ ઇન્ડિયા શોને લઈને ચેનલને ઘણી અરજી મળી છે કે આ શો દ્વારા ગામડાનો વિકાસ થવાના બદલે ખોટા સંદેશાનો પાસ થઇ છે. જો આ શો બંધ થઇ જશે તો શો સાથે જોડાયેલ તમામ કલાકરોની રોજગારી છીનવાઈ જશે. સ્ટાર ભારતની નીતિ મુજબ ચેનલપર એવા શો પ્રસારિત કરવામાં આવે તેમાં ગ્રામીણ જનતા જોડાઈ શકે જેમ કે 'નીમકી મુખિયા', કાલ ભૈરવ', સામ દામ દંડ ભેદ'જેવા શોને વિશેષતા આપવામાં આવે.

(4:54 pm IST)