એકતાના શોમાં કામ કરશે ઇરિકા
ટીવી શો 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી' થકી ઇરિકા ફર્નાન્ડીસને ખુબ નામના મળી છે આ શો થકી ઇરિકા ટીવી જગતની મોટી અભિનેત્રી તરીકે સામે આવી છે. હવે તે એકતા કપૂરના શોમાં કામ કરવાની છે. એકતાએ ટ્વિટ કરીને અગાઉ કહ્યું હતું કે તે કસોૈટી જિંદગી કી શોનો બીજો ભાગ બનાવશે. હવે એવી ખબર સામે આવી છે કે આ બીજી સિઝનમાં મુખ્ય રોલ ઇરિકા નિભાવશે. જો કે હજુ સત્તાવાર ઘોષણા થઇ નથી. એકતાએ પણ શો કયારે બનશે તે સ્પષ્ટતા નથી કરી. હાલમાં તે શોની સંરચના કરી રહી છે. કઇ થીમ પર આ શો બનાવવો તેની ચિારણા સાથે તૈયારી થઇ રહી છે. ઇરિકાએ પણ હાલમાં પોતે કોઇ નવા શો સાથે જોડાઇ રહ્યાનું સ્પષ્ટ કર્યુ નથી. ઇરિકા અને શાહિર શેખની જોડીએ 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી'માં રંગ જમાવ્યો હતો અને બીજી સિઝન પણ બનાવાઇ હતી.