ફિલ્મ જગત
News of Thursday, 8th March 2018

ફિલ્મ અભિનેતા ફરદીન ખાનનો જન્‍મદિવસઃ લુક અેકદમ બદલાઇ ગયો

મુંબઇઃ બોલિવૂડ અભિનેતા ફરદીન ખાનનો આજે જન્‍મદિવસ છે. આજે તેઓ 43 વર્ષનો થયા છે. લોકપ્રિય અભિનેતા ફિરોઝ ખાનના દીકરા ફરદીન ખાનનો જન્મ 8 માર્ચ 1974માં થયો હતો. શાનદાર લોન્ચિંગ પછી ફરદીન ખાનની કરિયર બોલિવૂડમાં બહુ ચાલી નહી. જો કે, તેમના પિતાએ તેમની કરિયર માટે બહુ પ્રયત્નો કર્યા હતા. એક જમાનો હતો જ્યારે છોકરીઓ ફરદીન ખાનની પાછળ પાગલ હતી. પરંતુ અત્યારે ફરદીન ખાનનો લુક જોઈને તમે તેને ઓળખી પણ નહીં શકો. તેમનો લુક એકદમ બદલાય ગયો છે. ફરદીન ખાનનું વજન વધી ગયું છે. ફરદીન ખાનની કરિયર તેમના પિતાની જેમ બહુ ઉંચાઈ સુધી ન પહોંચી શકી. બોલિવૂડમાં ફરદીન ખાનની છેલ્લી ફિલ્મ 8 વર્ષ પહેલા આવી હતી. હાલમાં જ ફરદીન ખાન એરપોર્ટ પર કેમેરામાં કેદ થયો હતો.

(8:32 pm IST)