ફિલ્મ જગત
News of Thursday, 8th March 2018

મારા માટે રોલના નાના-મોટાનું મહત્વ નથી: ઇલિયાના ડીક્રુજ

મુંબઇ: અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝે કહ્યું હતું કે ફિલ્મ સ્વીકારતી વખતે હું જોતી નથી કે રોલ કેટલો લાંબો છે. હું જોઉં છું કે રોલ કેટલો બળકટ છે. 'રોલ લાંબો હોય પરંતુ એમાં કશું કરવાનું હોય અથવા હીરોના હાથવાટકા જેવું કામ કરવાનું હોય તો એવી ફિલ્મ કરવાનો કશો અર્થ રહેતો નથી. મને કોઇ ફિલ્મની ઑફર આવે ત્યારે હં જોઉં છું કે રોલ કેટલો બળકટ છે ? મારી પ્રતિભાને અનુરૃપ એમાં કંઇ કરવાનું છે કે કેમ ? એમ ઇલિયાનાએ કહ્યું હતું. હાલ અજય દેવગણ સાથે ઇલિયાનાએે રેડ ફિલ્મ કરી છે જે ૧૬ માર્ચે રજૂ થવાની છે. એમાં એક ઇમાનદાર ઇન્કમટેક્સ અધિકારીની પત્નીનો રોલ એણે કર્યો છે. અત્યાર અગાઉ એની છેલ્લી બે ફિલ્મો અર્જુન કપૂર અને અનિલ કપૂર સાથે મુબારકાં અને અજય દેવગણ સાથે બાદશાહો હિટ નીવડી હતી. એણે એક મુલાકાતમાં કહ્યું કે ત્રણ મોટી ફિલ્મો કર્યા બાદ મને લાગે છે કે મારે એકાદ ટૂંકો બ્રેક લેવો જોઇએ. એકધારું કામ માણસને થકવી દે છે અને કામની ગુણવત્તાને અસર થાય છે. એણે કહ્યું કે અમે બાદશાહોનું પ્રમોશન કરતા હતા ત્યારે અજયે મને ફિલ્મ રેડ કરવાનું સૂચવ્યું હતું અને અજયના સૂચનને સ્વીકારીને મેં રેડ ફિલ્મ લઇ લીધી હતી. આમ એક પછી એક ત્રણ મોટી ફિલ્મો કર્યા પછી હવે હું બ્રેક લેવાનું વિચારી રહી છું.

 

 

(5:52 pm IST)