News of Thursday, 8th March 2018
જ્યોતિકાને મળ્યો તુમ્હારી સુલુની રિમેકમાં મુખ્ય રોલ
અભિનેત્રી વિદ્યા બાલને ભૂલભુલૈયા ફિલ્મમાં જે રોલ નિભાવ્યો હતો તે સાઉથની અભિનેત્રી જ્યોતિકાએ ચંદ્રમુખી ફિલ્મમાં નિભાવેલા રોલને હુબહૂ મળતો હતો. હવે જ્યોતિકા વિદ્યાનો રોલ નિભાવશે. તાજેતરમાં વિદ્યાએ તુમ્હારી સુલુમાં જે કામ કર્યુ છે તેવું જ કામ સાઉથમાં બનનારી તુમ્હારી સુલુમાં જ્યોતિકા કરવાની છે. તુમ્હારી સુલુની તલિમ રિમેકનું નિર્દેશન રાધા મોહન કરશે. શુટીંગ જુન કે જુલાઇમાં શરૂ થશે. જ્યોતિકા સરવનનને આ ફિલ્માં મુખ્ય રોલ અપાયો છે. રાધા મોહન હાલમાં મણીરત્નની ફિલ્મમાં વ્યસ્ત છે. વિદ્યાની ફિલ્મમાં એક એવી ગૃહિણીની કહાની હતી જે રેડિયો જોકી બને છે અને મોડી રાત્રે પ્રસારીત થતાં ચેટ શોને હોસ્ટ કરે છે. પોતાના સંમોહિત અવાજથી તે સોૈને ચાહક બનાવી લે છે.
(9:32 am IST)