ફિલ્મ જગત
News of Monday, 5th March 2018

ઠાકરે ફિલ્મ માટે નવાઝુદીનની તૈયારીઓ

મુંબઈ: બોલીવુડમાં અત્યારે બાયોપિક બનાવવાનો સમય ચાલી રહ્યો છે એમ કહી શકાય છે.વધુ એક બાયોપિક બનવા જઈ રહી છે શિવસેનાના મહત્વપૂર્ણ લીડર બાલ ઠાકરે પર પણ હવે બાયોપિક બનવા જઈ રહી છે જેમાં બાલ ઠાકરેનો રોલ અભિનેતા નવાઝુદીન સીદીકી ભજવશે.આ ફિલ્મનું નામ ઠાકરે રાખવામાં આવ્યું છે હવે આ ફિલ્મની તૈયારીઓ જોરશોરથી ચાલુ થઇ ગઈ છે. 42 વર્ષીય અભિનેતાએaa પૂર્વ રાજનેતાના પુત્ર ઊધ્વવ ઠાકરે અને પૌત્ર આદિત્ય ઠાકરેની મુલાકાત લીધી હતી.શિવસેનાના નેતા સંજય શક્તિ દ્વારા લખાયેલ પટકથા પર આ ફિલ્મ બનાવવાની છે આ વાતનો ખુલાસો નવાજુદીને ટ્વીટર  દ્વારા કર્યો છે.

(6:37 pm IST)