ફિલ્મ જગત
News of Sunday, 9th February 2020

રામલીલા, પદ્માવત, મસ્તાની બાદ હવે દીપિકા ; મહાભારત ' ફિલ્મમાં દ્રોપદીનો રોલ નિભાવશે

પ્રોડ્યુસર મધુ મંટેના સાથે દીપિકા મહાભારત પર ફિલ્મ બનાવશે ??!

મુંબઈ : બોલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણ JNUમાં જઈ પોતાનું સ્ટેન્ડ લીધું હતું ત્યારબાદ ભારે ચર્ચામાં છે. જ્યારે હવે દીપિકા મહાભારતને લઈને ચર્ચામાં આવી છે. દીપિકાએ કન્ફર્મ કર્યું છે કે તે મહાભારતમાં દ્રોપદીના પાત્રમાં જોવા મળશે

દીપિકાએ કન્ફર્મ કર્યું છે કે મહાભારત બનશે. જો કે એમ પણ જણાવ્યું છે કે આ ખુબ મોટો પ્રોજેક્ટ હશે. ફિલ્મને બનાવવા માટે ટીમે જબરદસ્ત મહેનત કરવી પડશે.

તાજેતરમાં દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક આવી હતી. અને JNUમાં જવાના કારણે તે સખત વિવાદમાં રહી હતી. આ તેમની પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મ હતી. દીપિકા છપાકની સાથે સાથે હાલ મહાભારત પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે.

  સુત્રો અનુસાર ફિલ્મ પ્રોડ્યુસર મધુ મંટેના સાથે દીપિકા મહાભારત પર ફિલ્મ બનાવવા માંગે છે. જાણવા મળી રહ્યું છે આ ફિલ્મમાં દીપિકા દ્રોપદીના પાત્રમાં જોવા મળશે. જો કે આ ખબરો બાદ દીપિકાએ છુપી સાધી લીધી છે. હાલ આ ફિલ્મની બીજી સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર વિષે કશું જાણવા નથી મળ્યું. આ ફિલ્મ વિષે પોતાના વિચારો હમણાં જ એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં શેર કર્યા હતા.

(10:39 pm IST)