ફિલ્મ જગત
News of Saturday, 9th February 2019

કેજીએફ ચેપ્ટર ટુમાં સંજય દત્ત જોવા મળે એવી શક્યતા

મુંબઈ: દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ પડી છે અને ફિલ્મનો બીજો ભાગ તૈયાર થઈ રહ્યો છે. કેજીએફ ચેપ્ટર ટુમાં સંજય દત્ત જોવા મળે એવી શક્યતા છે. અહેવાલો મુજબ ફિલ્મ મેકરોએ બીજા ભાગ માટે સંજય દત્તનો અપ્રોચ કર્યો છે. ફિલ્મમાં સંજય દત્તનો મહત્ત્વનો રોલ હશે. ફિલ્મ હાલ પ્રી પ્રોડક્શન્સ સ્ટેજ પર છે અને ટૂંકસમયમાં યશ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે. ફિલ્મ મેકરો શૂટિંગ ઉનાળુ વેકેશન દરમિયાન કરવા માગે છે. ફિલ્મ વર્ષ ૨૦૨૦માં રિલીઝ કરવાની મેકરોની યોજના છે.

(4:17 pm IST)