ફિલ્મ જગત
News of Wednesday, 8th December 2021

ચાંદનીએ ટુંકા ગાળામાં જ ચાહકોમાં સ્થાન બનાવ્યું

મોડેલમાંથી અભિનેત્રી બનેલી ચાંદની શર્મા ટીવી પરદાની નવી ધડકન બની ગઇ છે. સોની ટીવી પર શરૂ થયેલા શો 'કામના-જહાં હોગા ખ્વાહીશો ઓૈર ઉસુલો કા સામના' માં તેના કાતિલ લૂકને કારણે ચાંદની ટુંકા દિવસોમાં જ દર્શકોમાં ચહીતી બની ગઇ છે. ચાંદની પોતાના પાત્ર વિશે કહે છે કે મને આ શો નિભાવતી વખતે એમ જરાય નથી થતું કે હું અભિનય કરી રહી છું. જેનો મોટા ભાગનો શ્રેય લેખકોને જાય છે. તેમણે ખુબ સરસ રીતે આકાંક્ષાના પાત્રને ઘડ્યું છે. જે મધ્યમવર્ગીય મુલ્યો સાથે જોડાયેલુ છે. આકાંક્ષાને એક મોટુ પરિવાર છે. જેને તે ખુબ ચાહે છે. પતિ બાળકો સાથે તે રહે છે. તે બધા માટે સારુ ઇચ્છે છે. તે એવું કહે છે કે પગ લાંબા કરીને તો જુઓ, ચાદર પોતાની મેળે લાંબી થઇ શકે છે. ચાંદની કહે છે મને આ શોના મારા પાત્રનો લૂક ખુબ જ ગમે છે. મને લાગે છે કે મારી પર્સનાલિટી આ પાત્ર સાથે મળતી આવે છે. લોકોને પણ મારો આ લૂક પર્સનાલિટી ગમી રહી છે.

(10:13 am IST)