ફિલ્મ જગત
News of Sunday, 8th December 2019

લાલસિંહ ચડ્ડાનાં સેટ પરથી આમિરખાનનો નવો લુક વાયરલ

તુર્કીમાં રહેતા ફેને આમિરની જેસલમેર સેટ પરથી ફોટો શેર કર્યો

મુંબઈ : બોલીવડુના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન હાલનાં દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ' લાલ સિંહ ચડ્ડા'ને લઈને ઘણો ચર્ચામાં બનેલો છે. આ ફિલ્મનો આમિરખાનનો નવો લૂક સામે આવ્યો છે. આમિરનાં તુર્કીમાં રહેતા ફેને આમિરની જેસલમેર સેટ પરથી ફોટો શેર કર્યો છે.

    શેર કરાયેલાં ફોટામાં આમિરખાન ટોપી પહેરેલો દેખાઈ રહ્યો છે. સાથેજ લાંબી દાઢી અને લાંબા વાળ સાથે દેખાઈ રહ્યો છે. જેસલમેરની અલગ અલગ જગ્યાઓ ઉપર આમિરખાન આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે

  અત્રે  ઉલ્લેખનીય છેકે, આ ફિલ્મ 1994ની હૉલીવુડ ફિલ્મ 'ફોરેસ્ટ ગંપ'ની હિંદી રીમેક છે. આ ફિલ્મનું નિર્દેશન સીક્રેટ સુપરસ્ટાર બનાવનારા નિર્દેશક અદ્વેત ચંદને કર્યુ છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે.

   ફિલ્મમાં આમીરખાન સિવાય કરીના કપૂર ખાન મહત્વની ભૂમિકામાં દેખાશે. થોડા દિવસ પહેલાં જ આમિર ખાને 'લાલ સિંહ ચડ્ડા'નું પોતાનું ફર્સ્ટ લુક જાહેર કર્યુ હતુ.

(10:35 pm IST)