ફિલ્મ જગત
News of Saturday, 8th December 2018

અલી ફજલે સ્વીકાર્યું બનશે મિર્જાપુર -2

મુંબઈ:અભિનેતા અલી ફઝલે એવા સમાચારને સમર્થન આપ્યું હતું કે હિટ વેબ સિરિઝ મિર્ઝાપુરની બીજી સીઝન બનવાની તૈયારી થઇ રહી હતી.આ સિરિઝમાં અલી ફઝલે ઉત્તર પ્રદેશના એક માથાભારે ગુંડા ગુડ્ડુનો રોલ કર્યો હતો જેને જબરદસ્ત આવકાર મળ્યો હતો . અલબત્ત, અલીની હજારો મહિલા ફેેન્સે અલીની આ રોલ કરવા માટે ટીકા કરી હતી.આ રોલ કરવા માટે અલીએ પોતાનું નામ બદલવા ઉપરાંત ઉત્તર પ્રદેશના એક સાચ્ચા ડૉન સાથે થોડો સમય વીતાવ્યો હતો અને એ લોકોની રહેણીકરણી, વાતચીતની સ્ટાઇલ તથા મેનરીઝમ સમજી લીધાં હતાં. ત્યારબાદ પોતાનું અતિ ક્રૂર લાગતું ગુડ્ડુનું પાત્ર ભજવ્યું હતું. આ એક ક્રાઇમ થ્રીલર વેબ સિરિઝ હતી જેને જોરદાર આવકાર સાંપડતાં એના સર્જકોએ બીજી સીઝન કરવાનો નિર્ણય લીધો હતો.એક મિડિયા રિપોર્ટમાં આ બાતમી પ્રગટ થતાં મિડિયાએ અલીને પૂછ્યું હતું અને અલીએ આ વાતને સમર્થન આપ્યું હતું. જો કે વધુ કંઇ કહેવાનો એણે ઇનકાર કર્યો હતો.આ સિરિઝમાંં અલી ઉપરાંત પંકજ ત્રિપાઠી, વિક્રમ મેસી, દિવ્યેન્દુ શર્મા, રસિકા દુગલ, શ્રીયા પિલગાંવકર અને શ્વેતા ત્રિપાઠી ચમક્યાં હતાં.  પહેલી સીઝનના ડાયરેક્ટર પ્રદીપ સરકાર હતા.

(4:58 pm IST)