ફિલ્મ જગત
News of Friday, 8th November 2019

ડઝનેક બિનજામીન લાયક વોરંટ બહાર પાડયા બાદ બોલીવુડ ફિલ્મ નિર્માતાની ધરપકડ

બાન્દ્રા કોર્ટમાં ૧૧ જુદી જુદી ફરિયાદ દાખલ થઇ હતી

મુંબઇ તા. ૮ :.. ચેક બાઉન્સ થવાના કેસમાં ફિલ્મ નિર્માતા કમ-સંગીત દિગ્દર્શક વિરૂધ્ધ ડઝનેક બિન-જામીન પાત્ર વોરંટ બહાર પાડવામાં આવ્યા બાદ બુધવારે તેની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. તબુ સુત્રધાર નામનો આ શખ્સ છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. અંતે તેની બુધવારે ઓશિવારાના લોખંડવાલા કોમ્પ્લેકસના મંજુ ટાવર નામના એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એમ પોલીસે જણાવ્યું હતું.

૬પ વર્ષનો આ શખ્સ બોલીવુડમાં ઘણા લાંબા સમયથી સંકળાયેલો હતો. જેની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

એક શખ્સે સુત્રધાર વિરૂધ્ધ ૧૧ જુદી જુદી ફરીયાદ બાન્દ્રા કોર્ટમાં કરી હતી. જે ફિલ્મ નિર્માતાએ આપેલા ચેક બાઉન્સ થયા હતા કેમ કે બેંકમાં તેમની પાસે નાણાં જ ન હોતાં.આ ફરીયાદ પર કાર્યવાહી કરતાં કોર્ટે સુત્રધાર વિરૂધ્ધ ૧૧ જામીન પાત્ર વોરંટ બહાર પાડયા હતાં. આ પછી સુત્રધાર પોલીસને એક વર્ષથી હાથતાળી આપતો પોલીસને એક વર્ષથી હાથતાળી આપતો હતો. ફિલ્મ બનાવવા અને તેમાં બોલીવુડની મોટી મોટી ફિલ્મહસ્તીને લેવાના વચન સાથે સુત્રધારે ઘણાં લોકો પાસે 'જંગી' નાણા પડાવ્યા હતાં. આમ છતાં તેણે ફિલ્મ શરૂ કરી નહોતી. આ પછી તેણે મિટીંગ ગોઠવવાની કે શિકાર બનેલાના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. જે નાણાં પાછા મેળવવા માટેના ફોન હતાં.

સુત્રધારે ઘણા ચેક ફરીયાદીને આપ્યા હતાં. પણ એ બધા બાઉન્સ થયા હતાં. આ પછી તેણે કોર્ટમાં ઘા નાખી હતી. સુત્રધાર કોઇવાર મ્યુઝીક ડિરેકટર તરીકે તો કોઇકવાર હિન્દી ફિલ્મના નિર્માતા તરીકે કામ કરતો હતો. તે 'આમરસ', 'ખન્ના એન્ડ ઐયર' અને 'કુછ ખટ્ટા કુછ મિઠ્ઠા' ફિલ્મ સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે.

(11:45 am IST)