ફિલ્મ જગત
News of Monday, 8th October 2018

સૈફ અલી ખાનની વધુ એક નવી ફિલ્‍મ ‘જવાની જાનેમાન'

સૈફ અલી ખાનની પાછલી ફિલ્‍મો ભલે ફલોપ રહી હોય, આમ છતાં તેની પાસે જુદા-જુદા પ્રોજેક્‍ટ હાથ પર છે. તેને પારિવારિક પૃષ્‍ઠભૂમિ પર આધારીત એક ફિલ્‍મ મળી છે જેનું નામ-જવાની જાનેમન' છે. આ ફિલ્‍મનું નિર્દેશન ફિલ્‍મીસ્‍તાન નામની ફિલ્‍મથી જાણીતા બનેલા નિતીન કક્કડ કરવાના છે. સૈફ અલી ખાન પોતાના બેનર બ્‍લેકનાઇટ ફિલ્‍મ્‍સ અને નોર્ધર્ન લાઇટ્‍સ ફિલ્‍મ્‍સ હેઠળ આ નવી ફિલ્‍મનું નિર્માણ કરશે. નોર્ધર્ન લાઇટ્‍સના જય શેવાકરમાનીએ કહ્યું હતું કે મેં અને સૈફે ઘણું કામ સાથે કર્યુ છે. અમારે જે પટકથા જોઇતી હતી તે અમને જવાની જાનેમન થકી મળી ગઇ છે. આ ફિલ્‍મનું શુટીંગ ૨૦૧૯માં શરૂ થશે. સૈફ છેલ્લે નેટફિલકસની હિટ વેબ સિરીઝ સેક્રેડ ગેમ્‍સમાં જોવા મળ્‍યો હતો. તેની ફિલ્‍મ બાજાર ૨૬ ઓક્‍ટોબરે આવશે.

 

 

 

(9:56 am IST)