શક્તિ અને પૂનમની ફિલ્મમાં સેક્સી સિનની ભરમાર
બોલીવૂડમાં શક્તિ કપૂર લાંબા સમય પછી ફરી જોવા મળવાનો છે. શક્તિ કપૂરની ફિલ્મ ‘ધ જર્ની ઓફ કર્મા'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેમાં શક્તિને તેની ઉમર કરતાં થોડો મોટો દેખાડાયો છે. ફિલ્મમાં તે એવા શખ્સના રોલમાં છે જેને પોતાનાથી ખુબ નાની ઉમરની છોકરી સાથે પ્રેમ થઇ જાય છે. પૂનમ પાંડે આ ફિલ્મમાં એવી છોકરીનો ફોન નિભાવી રહી છે કે તે સપના પુરા કરવા માટે કોઇપણ હદ સુધી જવા તૈયાર હોય છે. પોતાના સપના પુરા કરવા ઇચ્છતા વ્યક્તિને તેનુ ઝુનુન કઇ રીતે લવ, સેક્સ અને દગાખોરીના રસ્તા પર લઇ જાય છે તે આ ફિલ્મમાં જોવા મળશે. શક્તિ કપૂરે બોલ્ડનેસની તમામ હદ પાર કરી દીધી છે. ટ્રેલરમાં સેક્સી સિન્સની ભરમાર છે. કર્મ કઇ રીતે આડે આવે છે અને ફિલ્મની કહાની શું છે એ તો ફિલ્મ ૨૬ ઓક્ટોબરે રિલીઝ થાય પછી ખબર પડશે.