ફિલ્મ 'સિમ્બા'માં થઇ અનિલ કપૂરની એન્ટ્રી
મુંબઈ:બોલીવુડ અભિનેતા રણવીરસિંહ અત્યારે રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાના શુટિંગમાં વ્યસ્ત છે. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, ફિલ્મ સિમ્બામાં દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર પણ નજરે પડશે. ફિલ્મમાં અનિલ કપુર મહેમાન કલાકારના રોલમાં જોવા મળશે, જોકે તેનો રોલ ખૂબ જ મહત્વનો હશે. જોકે, સિમ્બામાં બાજીરાવ સિંઘમ ફૈમ અભિનેતા અજય દેવગણ પણ પોતાના સિંઘમ અવતારમાં નજરે પડશે. ફિલ્મમાં અજય પણ સ્પેશિયલ અપિરીયંસ જ હશે. રણવીર અને રોહિત શેટ્ટી માટે સિમ્બા ખૂબ જ ખાસ ફિલ્મ છે. રણવીર ઘણી વખત કહી ચુક્યો છે કે તે રોહિત શેટ્ટી જેવા ડાયરેક્ટરની કોમર્શિયલ ફિલ્મ કરવા માટે બન્યો છે. સિમ્બા ફિલ્મમાં રણવીરસિંહ સાથે સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન નજરે પડશે. સિમ્બા બાદ રણવીર ક્રિકેટ પર બની રહેલ નિર્દેશક કબીર ખાનની ફિલ્મ ૮૩ અને કરણ જોહરની તખ્તનુ શુટિંગ શરુ કરશે. તખ્તમાં તે આલિયા ભટ્ટ, કરીના કપુર, અનિલ કપુર, જ્હાન્વી કપુર, વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર સાથે નજરે પડશે.