ફિલ્મ જગત
News of Saturday, 8th September 2018

અર્જુન રામપલને થઇ ઘૂંટણમાં ઇજા

મુંબઈ:હિન્દી સિનેજગતનો અભિનેતા અર્જુન રામપાલ અવાર નવાર ચર્ચાઓમાં રહ્યો છે. આજે એકવાર ફરી તેને લઇને ખબરો વહેતી થઇ છે. અર્જુન રામપાલને એક ઘટના દરમિયાન ઘૂંટણ ઉપર ગંભીર ઇજા થઇ છે. વાતની જાણ અર્જુન રામપાલે જાતે વીડિયો દ્વારા જણાવી છે.તેણે ઇન્સ્ટાગ્રામ મારફ્તે વીડિયો અપલોડ કરી વાતની જાણ કરી છે. તેણે એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તે એમઆરઆઇ કરાવતો જોવા મળે છે. વીડિયો સાથે તેણે એક સ્ટેટસ પણ લખ્યું છે. જેમાં લખ્યું છે. ઘુંટણના તોડ લિયા, બહુત બુરા હુઆ, ગલત તાલમેલ, દુર્ઘટના, એમઆરઆઇ ઔર બિસ્તર પર. .

(5:08 pm IST)