ફિલ્મ જગત
News of Monday, 8th August 2022

આ કામ કર્યા પછી દિપીકામાં નવા આત્‍મ વિશ્વાસનો સંચાર થયો

દિપીકા સિંહે ટીવી પરદે એન્‍ટ્રી કરતાંજ બધાને ચોંકાવી દીધા હતાં અને પોતાના કામથી ઘર ઘરમાં ઓળખ ઉભી કરી લીધી હતી. ૨૦૧૧માં આવેલી દિયા ઓૈર બાતી હમમાં સંધ્‍યા કોઠારીનો રોલ નિભાવી દિપીકાએ આખો શો પોતાના ખભે ઉંચકી લીધો હતો. સતત પાંચ વર્ષ સુધી ચાલેલી આ સિરીયલમાં દિપીકાએ ગૃહિણી, પ્રેમાળ પત્‍નિ, મક્કમ મનોબળ ધરાવતી આઇપીએસ ઓફિસર સુધીની સફર ખેડી હતી. એ પછી તેણે આ શોના જ દિગ્‍દર્શક રોહિત રાજ ગોયલ સાથે ૨૦૧૭માં લગ્ન કરી લીધા હતાં. હવે તે એક પુત્રની માતા પણ છે. દિપીકાએ એ પછી બોલીવૂડમાં એન્‍ટ્રી કરી હતી. તેની ફિલ્‍મ ટિટૂ અંબાણી હાલમાં જ આવી હતી. પરંતુ ફિલ્‍મ ખાસ કમાલ કરી શકી નથી. દિપીકાને બોલીવૂડ ફળ્‍યું નથી. જો કે દિપીકામાં આ ફિલ્‍મ કર્યા પછી નવા આત્‍મવિશ્વાસનો સંચાર થયો છે. દિપીકાએ દિકરાના જન્‍મ પછી પોતાનું વધી ગયેલુ વજન ઘટાડવા ડાન્‍સનો સહારો લીધો હતો.

(10:45 am IST)