ડિજીટલ પ્લેટફોર્મ પર સિરીઝ રૂપે જોવા આવશે કમાન્ડો
વિદ્યુત જામવાલને ચાહકો તેની જબરદસ્ત એક્શનને કારણે વધુ ઓળખે છે. તેમાં પણ કમાન્ડો ફ્રેન્ચાઇઝીની ફિલ્મોએ વિદ્યુતને ખુબ નામના અપાવી છે. ચાહકો માટે સારી વાત સામે આવી છે. એક્શનથી ભરપુર કમાન્ડોની ફ્રેન્ચાઇઝી હવે ડિઝની હોટસ્ટાર પર સિરીઝના રૂપમાં જોવા મળશે. ‘કમાન્ડો' ૨૦૧૩માં આવી હતી. ત્યારબાદ તેની બે સીક્વલ ‘કમાન્ડો ૨-ધ બ્લૅક મની ટ્રેલ' ૨૦૧૭માં અને ‘કમાન્ડો ૩' ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. એ ફિલ્મને વિપુલ અમ્રિતલાલ શાહે બનાવી છે. આ એક્શનને અલગ અવતારમાં ડિજિટલ પ્લેટફોર્મ પર દેખાડવામાં આવશે. આ સિરીઝમાં વિદ્યુતના સ્થાને કરણ સિંહ ડોગરા દેખાવાનો છે. આ સિરીઝમાં તેની લાઇફ અને તેના મિશનને બારીકાઈથી દેખાડવામાં આવશે. વિપુલ શાહે કહ્યું કે આ ખરેખર અતિશય ખુશી અને આનંદની બાબત છે કે ‘કમાન્ડો'ની અમારી આ એક્શન ફ્રેન્ચાઇઝી ડિજિટલ પ્લૅટફોર્મ પર આવી રહી છે. ભારતમાં કદી નથી થયો એવો પ્રયોગ અમે આ ફ્રેન્ચાઇઝી સાથે કરવાના છીએ.