બાહુબલીના એક્ટરની ધરપકડ :પત્નીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત:દહેજ માટે મારપીટનો આરોપ
અભિનેતા મધુ પ્રકાશનાં લગ્ન 2015માં ભારતી સાથે થયાં હતાં.
ફિલ્મ 'બાહુબલી' માં એક્ટિંગ કરી ચૂકેલ એક્ટર મધુ પ્રકાશની પોલીસે ધરપકડ કરી છે. મધુપ્રકાશ પર તેની પત્નીને સુસાઇડ માટે ઉકસાવવાનો આરોપ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે જણાવ્યું કે, મધુ પ્રકાશની પત્ની ભારતીએ મંગળવારે પોતાના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ભારતીની આત્મહત્યાના સમાચાર મળતાં તરત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું હતું
પોલીસનું કહેવું છે કે, ભારતીના પિતા મધુ પ્રકાશ પર તેમની દીકરીને દહેજ માટે પ્રતાડિત કરવાનો અને મારપીટ કરવાનો આરોપ મૂક્યો છે. જાણીતા ફિલ્મ નિર્માતા એસએસ આજમૌલીની ફિલ્મ બાહુબલીમાં એક નાનકડો રોલ અદા કરનાર મધુ પ્રકાશનાં લગ્ન 2015માં ભારતી સાથે થયાં હતાં.
ભારતીના પિતાએ તેમની ફરિયાદમાં પોલીસને જણાવ્યુઝં, 'મધુ પ્રકાશ વારંવાર તેની પત્નીને દહેજ માટે હેરાન કરતો હતો અને તેની સાથે મારપીટ કરતો હતો. તેનાથી કંટાળીને જ ભારતીએ આત્મહત્યા કરી લીધી.'
અત્યારે પોલીસે ભારતીના પિતાની ફરિયાદના આધારે એક્ટર વિરૂદ્ધ આઈપીસીની ધારા 304 અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આરોપી મધુ પ્રકાશની ધરપકડ કરી તેને ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે