ફિલ્મ જગત
News of Wednesday, 8th August 2018

એકટિંગમાંથી ઘણું બધું શીખવા મળે છે: રણવીર સિંહ

મુંબઈ:રણવીર સિંહને બૉલીવુડમાં માત્ર આઠ વર્ષ થયાં છે, પણ સમયગાળામાં તેણે ૧૩ ફિલ્મોમાં કામ કર્યું છે અને લોકોએ વખાણ્યું છે. તેની ત્રણ ફિલ્મો આવવાની છે જેમાંસિમ્બા’, ‘ગલી બૉયઅને૮૩નો સમાવેશ છે. પોતાની કરીઅર વિશે તેણે કહ્યું હતું કેઍક્ટિંગ એક અમર્યાદિત ક્રાફ્ટ છે અને એમાં સતત નવું- નવું શીખવા મળે છે. હું જે પણ કામ કરું છું પૂરા સમર્પણ સાથે કરું છું. હું મારા કામ અને ઍક્ટિંગને ખૂબ ગંભીરતાથી લઉં છું. જેમ-જેમ હું કામ કરું છું તેમ-તેમ મેં અનુભવ કર્યો છે કે ઍક્ટિંગ એક વિશાળ સાગર સમાન છે જેમાંથી હું ઘણુંખરું શીખી રહ્યો છું. તેથી જેટલું મેં કામ કર્યું છે એનાથી મેં જાણ્યું છે કે ઍક્ટિંગ વિશે હું ખૂબ ઓછું જાણું છું. મારી લાઇફમાં મેં એક ઇચ્છા રાખી છે કે મારી પાસે એક શાનદાર ફિલ્મોગ્રાફી હોય. હું હંમેશાં દરેક પાત્રને સારી રીતે ભજવવાના પ્રયાસ કરું છું. હું દરેક વસ્તુને અલગ રીતે ભજવવાની સાથે મારી અંદરની વ્યક્તિને પણ ખોજવાના પ્રયાસ કરું છું. અને હા, હું મારા કામને ખૂબ પ્રેમ કરું છું. હિન્દી ફિલ્મ પ્રત્યે પણ મને ખૂબ લગાવ છે. અને પ્રેમ મને ફિલ્મોમાં ખેંચી લાવ્યો છે.’

(4:18 pm IST)