News of Sunday, 8th July 2018
સલમાન સાથે 'ભારત'માં કામ કરવા તગડી ફી વસૂલશે પ્રિયંકા
મુંબઈ :બોલીવુડના અભિનેતા સલમાન ખાન સાથે ફિલ્મ ‘ભારત'માં કામ કરવા પ્રિયંકાની ફી અંગે પહેલા કહેવાયું હતું કે તે ફ્રીમાં કામ કરવાની છે. બાદમાં એવા ન્યૂઝ આવ્યા કે તે 12 કરોડની ભારે ભરખમ ફી વસૂલશે.
હવે આ અંગે એક નવો એંગલ સામે આવ્યો છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માટે તે 6.50 કરોડ રૂપિયા ફી લેશે. ‘ભારત'માં પ્રિયંકાને 28 વર્ષથી લઈને 60 વર્ષ સુધી જુદા-જુદા લુક્સમાં દેખાશે.
(6:10 pm IST)