ફિલ્મ જગત
News of Saturday, 8th June 2019

ફિલ્મ અભિનેત્રી સૌંદર્યા શર્માના ઘરમાં વાંદરો ઘુસી ગયોઃ નાસ્તો અને આરામ કરીને રવાના થયો

નવી દિલ્હીઃ મહેમાન જ્યારે બોલાવ્યા વગર ઘરમાં આવી જાય તો અનેકવાર મામલો બગડી જાય છે અને મુસીબત તો ત્યારે ઉભી થાય જ્યારે તમે તે મહેમાનને ઓળખતા પણ ન હોવ. આવું જ કંઈક અભિનેત્રી સૌંદર્યા શર્મા સાથે થયું. જ્યારે તેના રૂમમાં અચાનક વાંદરો ઘુસી આવ્યો. સૌંદર્યા ડરના કારણે બસ ખાલી બૂમો પાડી શકી. પરંતુ આમ છતાં વાંદરાને તો કંઈ જ ફરક ન પડયો અને આરામથી તેણે નાસ્તો કર્યો ત્યાર બાદ રમખાણ મચાવ્યું અને થાકીને પોતાની ઉંઘ પુરી કર્યા બાદ જ ત્યાંથી ગયો. સૌંદર્યાએ પોતે આ વિડીયો ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને લખ્યુ છે કે ઠગ લાઈફ... આ સવાર સવારમાં મારા રૂમમાં ઘુસી ગયો અને સવારનો નાસ્તો કર્યા વગર જવાની ના પાડી દીધી. પોતાના નાસ્તો ખતમ કર્યા બાદ મારા બિસ્તર પર તેણે આરામ ફરમાવ્યો અને સૂઈ ગયો, જ્યારે હું તે સમયે બૂમો પાડી રહી હતી અને રેકોર્ડિંગ કર્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો.

અત્રે જણાવવાનું કે સૌંદર્યા હાલ ફિલ્મો ઉપરાંત બીજા અનેક પ્રોજેકટસમાં બિઝી છે. સૌંદર્યા છેલ્લે વર્ષ ૨૦૧૭માં આવેલી ફિલ્મ 'રાંચી ડાયરીઝ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર, હિમાંશ કોહલી, જિમી શેરગીલ અને સતિષ કૌશિક પણ હતા.

(6:07 pm IST)