ફિલ્મ જગત
News of Saturday, 8th June 2019

સલમાન ખાનની ફિલ્મ 'ભારત' બોલિવુડની સેકન્ડ હાઇએસ્ટ ઓપનીંગ કરનારી ફિલ્મ બની

નવી દિલ્હી : સલમાન ખાનની આ વર્ષે ઇદ પર રીલીઝ થયેલી ફિલ્મ 'ભારત' બોકસ ઓફીસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. સલમાનની 'ભારત' ફિલ્મે પહેલા જ દિવસે પોતાની ગત ફિલ્મોના રેકોર્ડ તોડતા સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મોમાં ટોચ પર રહી. ફિલ્મે બીજા દિવસે પણ જબરદસ્ત કમાણી કરી. બે દિવસમાં કુલ કમાણી ૭૩.૩૦ કરોડ રૂપિયા કરી. આ ફિલ્મને દેશમાં રિલીઝ કરી તે ઉપરાંત અન્ય ૭૦ દેશોમાં ૧૩૦૦ સ્ક્રિન પર રિલીઝ કરાઇ છે. ફિલ્મને ડાઇરેકટર અલી અબ્બાસ ઝફરે દિગ્દર્શીત કરી છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે 'ભારત' ના કલેકશનના આંકડા ટિવટ કરતા કહ્યું કે ફિલ્મે પહેલા દિવસે બુધવારે ૪ર.૩૦ કરોડની કમાણી કરી જયારે બીજા દિવસે ગુરૂવારે ૩૧ કરોડની કમાણી કરી છે, ફિલ્મે બે દિવસમાં ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શે 'ભારત'ના કલેકશનના આંકડા ટિવટ કરતાં કહયું કે ફિલ્મે પહેલા દિવસે બુધવારે ૪ર.૩૦ કરોડની કમાણી કરી જયારે બીજા દિવસે ગુરૂવારે ૩૧ કરોડની કમાણી કરી છે. ફિલ્મે બે દિવસમાં કુલ ૭૩.૩૦ કરોડ રૂપિયાની કમાણી તો ફકત ભારતમાં જ કરી લીધી છે. આ ફિલ્મ બોલિવુડની સેકન્ડ હાઇએસ્ટ ઓપનીંગ કરનારી ફિલ્મ બની ગઇ છે. આ અગાઉ પહેલો નંબર આમિર ખાનની 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'નો છે.

'ભારત' ને ક્રિટિકસે રેટિંગ ૩ થી પ ની વચ્ચે આપેલા છે. એટલું જ નહીં 'ભારત' એ સલમાનની પોતાની ફિલ્મોના રેકોર્ડ પણ તોડયા છે. સલમાનની અત્યાર સુધીમાં રિલીઝ થયેલી ફિલ્મોમાં સૌથી વધુ ઓપનીંગ મેળવનારી ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો' હતી. જેણે રિલીઝના પહેલા દિવસે ૪૦.૩પ કરોડની કમાણી કરી હતી.

(6:07 pm IST)