ફિલ્મ જગત
News of Saturday, 8th June 2019

સ્વ.શ્રીદેવીની ઓન સ્ક્રીન પુત્રીએ કરી સગાઈ.....

મુંબઇ:  મોખરાની અભિનેત્રી શ્રીદેવીની ફિલ્મ મોમમાં શ્રીદેવીની પુત્રીની ભૂમિકા ભજવનારી પાકિસ્તાની અભિનેત્રી સજલે પોતાના સહકલાકાર અહદ રઝા મીર સાથે સગપણ કર્યું હોવાના અહેવાલ મળ્યા હતા.શ્રીદેવી સાથે ઇમોશનલ એટેચમેન્ટથી જોડાયેલી આ અભિનેત્રી મોમના શૂટિંગ માટે ભારત આવી ત્યારે એની માતાના અવસાનનો આઘાત એના દિલોદિમાગ પર છવાયેલો હતો. શ્રીદેવીએ એને માતા જેવો પ્રેમ આપીને એને પોતાની કરી લીધી હતી. ફિલ્મ પૂરી થઇ ત્યારે સજલ પાકિસ્તાન પાછી જવા પહેલાં ખૂબ રડી હતી અને એ શ્રીદેવીને છોડીને જવા તૈયાર નહોતી. માંડ માંડ સમજાવીને એને પાછી મોકલી હતી. આમેય એના કલાકાર તરીકેના વીઝા પૂરા થવા આવ્યા હતા.શ્રીદેવીના દૂબઇમાં થયેલા અકાળ અવસાન પછી સજલ માનસિક રીતે ભાંગી પડી હોવાની વાતો વહેતી થઇ હતી. હવે એ પહેલાં કરતાં સ્વસ્થ છે અને એણે સહઅભિનેતા અહદ રઝા મીર સાથે સગપણ કર્યું હોવાના સમાચાર મળ્યા હતા. ખુદ સજલે સોશ્યલ મિડિયા પર પોતાની સગાઇની જાહેરાત કરી હતી. આ બંને કલાકારોએ પાકિસ્તાની ટીવી સિરિયલ આંગન અને યકીનમાં સાથે કામ કર્યું હતું. એ દરમિયાન બંને એકમેકની નિકટ આવી ગયાં હતાં. બોની કપૂર અને એનાં સંતાનોએ સજલન મુબારકબાદ પાઠવ્યા હતા. 

(5:58 pm IST)