ફિલ્મ જગત
News of Friday, 8th June 2018

૧૯મા આંતરરાષ્ટ્રીય આઇફા પુરસ્કારથી સમ્માનિત થશે અનુપમ ખેર

મુંબઈ: પીઢ અભિનેતા અનુપમ ખેરને ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન બગલ આ મહિને બેંગકોકમાં યોજનારા ૧૯મા આંતરરાષ્ટય આઇફા પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. '' હું ફિલ્મ ઉદ્યોગનો હિસ્સો બનીને ગૌરવ અનુભવી રહ્યો છું. ૩૪વરસથી હું આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયોછું. મારા ૩૪ વરસના કામને લીધે મને આજે આ ઉપલબ્ધિ મળી છે. મારી વયના કલાકારો આજે લાઇફ ટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર મેળવી રહ્યા છે. હું ભારતીય અને આંતરાષ્ટ્રીય સિનેમામાં ૩૪ વરસથી કામ કરી રહ્યો  અને ભવિષ્યમાં પણ કરતો રહીશ, તેમ અનુપમ ખેરે પોતાના સમ્માન બદલ જણાવ્યું હતું. તેણે વધુમાં કહ્યું હતું કે, દરેક પુરસ્કારની સાથે એક જવાબદારીની ભાવના આવતી હોય છે. જેના પ્રતિ હું ફિલ્મ ઉદ્યોગ અને આપણા દેશના પ્રતિનિધિ તરીકે આંતરરાષ્ટ્રીય સિનેમાં પ્રતિબદ્ધ રહેવા કટિબદ્ધ છું. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ફિલ્મો સહિત અનુપમ ખેર ૫૦૦ થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે પોતાની કારકિર્દીની શરૃઆત ફિલ્મ સારાંશથી ૧૯૮૪થી કરી હતી. તેમને સિનેમા તથા કલાના ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ ૨૦૦૪માં પદ્મ શ્રી અને ૨૦૧૬માં પદ્મ ભૂષણ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

 

 

(3:58 pm IST)