ફિલ્મ જગત
News of Friday, 8th June 2018

જિમી શેરગિલ સામે એક નિર્માતાએ કર્યો કેસ

મુંબઈ: અભિનેતા જિમી શેરગિલ સામે એક નિર્માતાએ એવો કાનૂની કેસ કર્યો છે કે એણે અમારી ફિલ્મ કરવા માટે કરાર કર્યા બાદ સાઇનિંગ અમાઉન્ટ પણ લીધા હતા પરંતુ કામ કરવા આવતો નથી. ન્યૂ લીફ મિડિયા વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફિલ્મ કંપનીના આશિષ ચાવલાએ પોતાની ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો હતો કે જિમીએ અમારી સાથે ૨૦૧૨માં પંજાબ નંબર વન નામની ફિલ્મ કરવા માટે ૨૧ લાખ રૃપિયા સાઇનિંગ અમાઉન્ટ તરીકે લીધા હતા પરંતુ હજુ સુધીઈ એક પણ વખત  ફિલ્મના કામ માટે આવ્યો નથી. સતત બહાનાં કાઢીને ફિલ્મ ટાળતો રહ્યો છે. શેરગિલના મહેનતાણા રૃપે એક કરોડ રૃપિયા નક્કી થયા હતા અને એક વર્ષમાં ફિલ્મ પૂરી કરવાની હતી એવી સમજૂતી અમારી વચ્ચે થઇ હતી.પરંતુ વર્ષ વીતી ગયાં. હજુ સુધી ફિલ્મ પૂરી થઇ નથી અને જિમી બેજવાબદાર અભિનેતા તરીકે વર્તી રહ્યો છે. ચાવલાએ વધુમાં કહ્યુ ંહતું કે અમે એક કરતાં વધુ વખત લોકેશનો નક્કી કર્યાં, સેટ ઊભા કર્યા, સમગ્ર યુનિટ હાજર થયું. જિમીને અગાઉથી શૂટિંગ શિડયુલની જાણ કરવા છતાં શૂટિંગમાં હાજર થયો નથી અને અમને લાખ્ખો રૃપિયાનું નુકસાન થઇ ચૂક્યું છે. માર્ચના આરંભે કોર્ટમાં કેસ દાખલ થયો હતો અને સુનાવણી શરૃ થઇ હતી પરંતુ જિમી કોર્ટમાં પણ આવ્યો નહોતો પરિણામે કોર્ટે એને સમન્સ મોકલ્યું હતું.

(3:58 pm IST)