ફિલ્મ જગત
News of Friday, 8th June 2018

ફિલ્મ વીરે દી વેડિંગની સિક્વલ બનાવશે એકતા કપૂર

મુંબઈ: ટચૂકડા પરદાની મહારાણી ગણાતી એકતા કપૂર અને રિયા કપૂરે એવો અણસાર આપ્યો હતો કે બંને પોતાની હિટ નીવડેલી ફિલ્મ વીરે દી વેડિંગની સિક્વલ બનાવશે. જો કે મૂળ વીરે દી વેડિંગ હાલ ચાલી રહી છે અને રજૂ થયાના પહેલાજ સપ્તાહમાં ૫૦ કરોડની કમાણી કરી ચૂકી હતી. ફિલ્મમાં સોનમ કપૂર, કરીના કપૂર ખાન, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણિયા ચમકી રહી છે. મહિલા પ્રધાન ફિલ્મ છે અને ચાર સખીઓ એક લગ્ન માણવા જાય છે એવી સાદી સીધી કથા પર ફિલ્મ બની છે. ફિલ્મ ફ્લોર પર ગઇ ત્યારેજ એવી જાહેરાત થઇ હતી કે કરીના પ્રેગનન્ટ છે. પોતાને કારણે ફિલ્મને સહન કરવું પડે માટે કરીનાએ ખસી જવાની તૈયારી દાખવી હતી પરંતુ એકતા અને રિયા કરીનાની વાટ જોવા તૈયાર હતા એટલે ફિલ્મ વિલંબમાં પડી હતી. કરીનાને પુત્ર જન્મ્યો અને ડૉક્ટરોએ એને કામ કરવાની રજા આપી ત્યારબાદ ફરી ફિલ્મ ફ્લોર પર ગઇ હતી અને ગયા સપ્તાહે પહેલી જૂને ફિલ્મ રજૂ થઇ હતી. રજૂ થતાંની સાથે લોકોને ગમી હતી એવો ખ્યાલ આવી ગયો હતો. પહેલા ચાર પાંચ દિવસમાં ફિલ્મે ૪૦ કરોડથી વધુ આવક નોંધાવી હતી અને સપ્તાહ પૂરું થવા આવ્યું ત્યારે ૫૦ કરોડની આવક થઇ ચૂકી હતી. જોઇને એકતાએ એવો અણસાર આપ્યો હતો કે અમે ફિલ્મની સિક્વલ બનાવીશું. મૂળ ફિલ્મનું ડાયરેક્શન શશંક ઘોષે કર્યુ હતું.

(3:57 pm IST)