ફિલ્મ જગત
News of Friday, 8th June 2018

સેંસર બોર્ડે એકપણ કટ વગર પાસ કરી ફિલ્મ રેસ-3

મુંબઈ: સલમાન ખાનની મોસ્ટ અવેઈટેડ એક્શન થ્રિલર રેસ-૩ને સેંસર બોર્ડ તરફથી ક્લીન ચિટ મળી ચુકી છે અને સેંસર બોર્ડે ફિલ્મને યુ/ સર્ટી આપી દીધુ છે. સુત્રોના જણાવ્યા મુજબ ફિલ્મમાં એકપણ કટ નથી લગાવવામાં આવ્યો. સેંસર બોર્ડનું કહેવુ છે કે મલ્ટીસ્ટારર ફિલ્મમાં એકપણ આપત્તિજનક દ્રશ્ય નથી. કહેવામાં આવ્યુ છે કે, ફિલ્મમાં એક્શન સીન્સના કારણે તેને યુ/ સર્ટિફિકેટ આપવામાં આવ્યુ છે. રેમો ડિસુઝાની ડાયરેક્ટોરીયલ ફિલ્મ ઈદ પર રીલીઝ થવાની છે. 

 

ફિલ્મની ટાઈમિંગની વાત કરવામાં આવે તો કલાક ૪૦ મિનિટની ફિલ્મ છે, જેમાં સ્ટાર્ટ અને એન્ડનુ ક્રેડિટ પણ સામેલ છે. રેસ-૩માં સલમાન ખાન ઉપરાંત જેકલીન ફર્નાન્ડિસ, અનિલ કપુર, બોબી દેઓલ, ડેઝિ શાહ અને સાકિબ સલીમ જેવા કલાકારો નજરે પડશે. આપને જણાવી દઈએ કે, રેસ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મના મલ્ટિપલ ક્લાઈમેક્સને લઈને મીડિયામાં ખૂબ ચર્ચા છે. એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે અંગે માત્ર સલમાન ખાન અને ફિલ્મ સાથે જોડાયેલ કેટલાક કલાકારને ખબર છે. 
ખાસ વાત તો છે કે, શાહરુખ ખાનની આગામી ફિલ્મ ઝીરોનુ નવુ ટીઝર પણ રેસ-૩ની પ્રિન્ટ સાથે રીલીઝ કરવામાં આવનાર છે. રેસ- ૧૫ જુનના રોજ રીલીઝ થવાની છે જ્યારે શાહરુખ ખાનની ફિલ્મ ઝીરો ૨૧ ડિસેમ્બરના રોજ રીલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરુખ ઉપરાંત અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ નજરે પડશે.

 

(3:55 pm IST)