ફિલ્મ જગત
News of Friday, 8th June 2018

રજનીકાન્તની કાલા માટે મુંબઈ અને ચેન્નઈમાં જશ્ન, બેન્ગલોરમાં વિરોધ

રજનીકાન્તની 'કાલા'નો ગઈકાલે રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને લઈને વિવાદ પણ થયો છે. બેન્ગલોરમાં ઘણા લોકોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો અને એ માટે પોલીસને બોલાવવામાં આવી હતી. બીજી તરફ ચેન્નઈમાં 'કાલા'ના પોસ્ટર પર દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો તો મુંબઈના વડાલમાં તેમના ચાહકોએ ફિલ્મનો જશ્ન મનાવ્યો હતો. કેટલાક ચાહકો પીઠ પર રજનીકાન્તનો 'કાલા'નો લુક ચીતરાવી ડાન્સ કરવા જોવા મળ્યા હતા. તો મહિલાઓ પણ જશ્ન મનાવતી જોવા મળી હતી.

(3:39 pm IST)