ફિલ્મ જગત
News of Friday, 8th June 2018

તામિલ એકટર વિશાલ ક્રિષ્નાએ અટકાવી કાલાની રિલીઝ પહેલાં પાઈરસી

તામિલ ફિલ્મ એકટર અને પ્રોડ્યુસર વિશાલ ક્રિષ્નાએ બુધવારે રજનીકાન્તની ફિલ્મ 'કાલા'ની પાઈરસી થતી અટકાવી હતી. 'કાલા' ગઈકાલે ભારતમાં રિલીઝ થઈ હતી, પરંતુએ ફિલ્મ સિંગાપોરમાં બુધવારે રિલીઝ થઈ હતી. રજનીકાન્તાનો એક ચાહક આ ફિલ્મને ફેસબુક લાઈવ ફીચર દ્વારા લોકોને ઓનલાઈન ફ્રીમાં દેખાડી રહ્યો હતો. વિશાલ તામિલનાડુ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલનો હેડ પણ છે. વિશાલને તેનાં સૂત્રો પાસેથી માહિતી મળી હતી એક વ્યકિત ફિલ્મને ઓનલાઈન દેખાડી રહી છે. આ વિશે વધુ જણાવતાં વિશાલે કહ્યું હતું કે ફિલ્મ પરથી ઘણી મોટી આપતિ ટળી છે. 'કાલા' અમારા બધા માટે ખૂબ જ મહત્વની ફિલ્મ છે. રજનીસર બે વર્ષ બાદ ફરી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મને માહિતી મળી હતી કે સિંગાપોરની એક મલ્ટિપ્લેકસમાં તેમનો એક ચાહક ફેસબુક પર ફિલ્મ લાઈવ સ્ટ્રીમ કરી રહ્યો છે. તેણે ફેસબુક પર ફિલ્મને ૪૦ મિનિટ સુધી લાઈવ સ્ટ્રીમ કરી હતી અને ત્યાર બાદ તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. કોઈપણ જાતની રાહ જોવા વગર અમે આ પરિસ્થિતિ પર જલદી કાબુ મેળવવામાં સફળ ઘણા હતા. આ થોડું મુશ્કેલ હતુ, કારણ કે ભારતની બહાર કોઈ ક્રાઈમ થઈ રહ્યો હતો.

(3:39 pm IST)