ફિલ્મ જગત
News of Friday, 8th June 2018

નવા શો 'લાલ ઇશ્ક'માં આવી રહ્યો છે પ્રિયાંક શર્મા

રિયાલીટી શો બિગ બોસમાં પોતાના પ્રેમ, ઇશ્ક, મહોબ્બતને કારણે ચર્ચામાં રહેલો સ્પર્ધક પ્રિયાંક શર્મા ફરીથી સમાચારોમાં આવ્યો છે. હવે તે ફરીથી ટીવી પરદે કામ કરવાનો છે. પણ આ વખતે રિયાલીટી શો નહિ પણ અન્ય એક શો 'લાલ ઇશ્ક'માં કામ કરી રહ્યો છે. સુપરનેચરલ ટ્વિસ્ટ સાથે વણાયેલી પ્રેમ કહાનીઓ પર આધારીત આ સિરીઝમાં દર અઠવાડીએ નવી કહાની આવશે. આ શોના પહેલા એપિસોડમાં પ્રિયાંક શર્મા સાથે અભિનેત્રી પ્રિતીકા રાવની જોડી જોવા મળશે. બિગ બોસ વખતે પ્રિયાંકનું નામ તેની સાથી સ્પર્ધક બેનાફશા સાથે જોડાયું હતું. એ પહેલા સ્પ્લિટ વિલાની સ્પર્ધક દિવ્યા અગ્રવાલ સાથે બ્રેકઅપને કારણે પણ તે ખુબ ચર્ચામાં રહ્યો હતો.

(9:24 am IST)