ફિલ્મ જગત
News of Friday, 8th June 2018

થ્રિલર ફિલ્મ માટે ખુબ મહેનત કરી રહ્યો છે આયુષ્યમાન ખુરાના

અભિનેતા આયુષ્યમાન ખુરાના આગામી ફિલ્મ માટે ખુબ મહેનત કરી રહ્યો છે. શ્રી રામ રાઘવનની આ ફિલ્મનું શુટીંગ હાલમાં પુના ખાતે થઇ રહ્યું છે. આયુષ્યમાન વીસ દિવસથી સતત વ્યસ્ત છે. આ ફિલ્મ માટે તેણે મેડ્રિડ, અમેરિકા અને ગંગટોક સુધી ભ્રમણ કર્યુ છે. ટુંકા ગાળામાં જ આ તમામ જગ્યાએ શુટીંગમાં ભાગ લઇને આયુષ્યમાન ખુશ છે. આ ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી, શ્રીરામ રાઘવન ઝડપથી નામ જાહેર કરશે. શ્રીરામ આ ફિલ્મને બેસ્ટ બનાવવા  માટે કોઇ કસર છોડવા ઇચ્છતા નથી. આ એક થ્રિલર ફિલ્મ છે જેથી બધુ ખાનગી રખાયું છે. આયુષ્યમાન પોતાના નિર્દેશકના આ ખાનગી મિશનમાં સાથ આપી રહ્યો છે.

(9:24 am IST)