ફિલ્મ જગત
News of Friday, 8th June 2018

સોનમ કપૂર હવે બનશે નિર્દેશકઃ સ્વરાને મુખ્ય રોલ

લગ્ન બાદ સોનમ કપૂર કઇ ફિલ્મ કરશે તે નક્કી નથી. પરંતુ સોનમ હવે નિર્દેશક બનવા જઇ રહી છે. સોનમ અને સ્વરા ભાસ્કરે પ્રેમ રતન ધન પાયો, રાંઝણા અને વીરે દી વેડિંગમાં સાથે કામ કર્યુ છે. સ્વરાના અભિનયથી સોનમ અત્યંત પ્રભાવિત થઇ છે. તે હવે પોતે નિર્દેશક તરીકે સામે આવી રહી છે. તેની પહેલી ફિલ્મમાં મુખ્ય રોલ સ્વરાને આપવા ઇચ્છે છે. સોનમે પ્રોજેકટ પર કામ શરૂ કરી દીધું છે. સોનમે કહ્યું હતું કે સ્વરાને ધ્યાનમાં રાખીને તેણે અનેક કહાની લખી છે અને બધુ બરાબર ચાલ્યું તો જલ્દી દર્શકો સામે સ્વરા નવા રોલ સાથે આવશે. સ્વરા પણ સોનમની ફિલ્મ સાથે જોડાઇને ખુબ ખુશ થઇ છે.

(9:24 am IST)