ફિલ્મ જગત
News of Friday, 8th June 2018

નુસરત ચાલી અમેરિકા, ફરવા નહિ ભણવા...

સોનૂ કે ટીટૂ કી સ્વીટી ફિલ્મથી ખુબ જાણીતી બનેલી અભિનેત્રી નુસરત ભરૂચા સફળતા પછી અત્યંત ખુશ છે. પોતાની અભિનય ક્ષમતાને વધુ સક્ષમ બનાવવા તે કમર કરસી રહી છે. આ માટે તે તે ફરીથી સ્ટુડન્ટ બનવા તૈયાર છે. તે અભિનયની તાલિમ લેવા અમેરિકા જઇ રહી છે. તેણે ન્યુયોર્ક ફિલ્મ એકેડેમીમાં પ્રવેશ મેળવવાનું નક્કી કર્યુ છે. આ પહેલા કંગના રનોૈતે પણ ૨૦૧૪માં ન્યુયોર્કમાં સ્ક્રિપ્ટ રાઇટીંગનો કોર્સ કર્યો હતો. નુસરત હવે એકટીંગમાં ડિપ્લોમા કરવા ઇચ્છે છે. તેણે કહ્યું હતું કે હું કામ સબબ અમેરિકા ગઇ હતી અને ત્યાં જ આ અભ્યાસ માટેની અરજી કરતી આવી હતી. આ મહિને જ પોતે અમેરિકા ભણવા માટે જતી રહેશે. મારી પહેલેથી જ એનવાય કોલેજમાં અભ્યાસ કરવાની ઇચ્છા હતી જે હવે પુરી થશે. નુસરતે ગયા મહિને ઉજવેલી બર્થ ડે પાર્ટીમાં રણબીર કપૂર, લવ રંજન સહિતના સામેલ થયા હતાં.

(9:23 am IST)