ફિલ્મ જગત
News of Saturday, 8th May 2021

ખતરો કે ખિલાડી માટે શ્વેતા તિવારી-રાહુલ વૈદ્ય સુધીના સેલેબ્સ કેપટાઉન પહોંચ્યા

મુંબઇ તા. ૮ : રોહીત શેટ્ટીના ખૂબજ લોકપ્રિય સ્ટન્ટ્સ રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી ૧૧'નું  શુટીંગ ટુંક સમયમાં શરૂ થવા જઇ રહ્યું છે ગઇકાલે રાત્રે, તમામ સ્પર્ધકો આ શો માટે મુંબઇથી કેપટાઉન જવા રવાના થયા હતા શોમાં શ્વેતા તિવારી, અભિનવ શુકલા, નિકકી તંબોલી, રાહુલ વૈદ્ય, વરૂણ સુદ, સબા મકબુલ, અર્જુન બીજલાની, વિશાલ આદિત્યસિંહ, સૌરભરાજ, જૈન જોવા મળશે. તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર ગાયક રાહુલ વૈદ્યને એરપોર્ટ જવા રજા આપવામાં આવી હતી. આ સમય દરમિયાન તે થોડી ભાવુક થઇ ગઇ હતી. પરંતુ તેણે રાહુલને શુભેચ્છાઓ આપી હતી.

બિગબોસ ૧૪ થી ચર્ચામાં આવી ચુકેલી અભિનેત્રી નિકકી તંબોલી પણ કેપટાઉન ખતરો કે ખિલાડી ૧૧માં ભાગ લેવા રવાના થઇ હતી. તાજેતરમાં તેના ભાઇનું અવસાન થયું છે. બ્લેક કલરના ડ્રેસમાં નિકકીને એરપોર્ટ પર સ્પોટ થઇ હતી .તેણે સોશિયલ મીડીયા પર આ પોસ્ટ શેર કરી અને કહ્યુ઼ કે તે આ શોમાં ભાગ લેશે.

(11:41 am IST)