ત્રીજી વખત જોવા મળશે ભુમિ અને આયુષ્યમાનની જોડી
અભિનેતા આયુષ્યમાન ખુરાન ફરીથી ભૂમિ પેડનેકર સાથે કામ કરવાનો છે. આ બંનેની બે ફિલ્મો દમ લગા કે હઇશા અને શુભ મંગલ સાવધાન હિટ રહી હતી. સશકત વિષયો ધરાવતી આ ફિલ્મોમાં આ બંને કલાકાર વચ્ચેના તાલમેલ અને અભિનયને દર્શકોએ ખુબ વખાણ્યા હતાં. હવે ત્રીજી વખત આ જોડી જોવા મળવાની છે. સ્ત્રી ફિલ્મના નિર્દેશક અમર કોૈશિક 'બાલા' નામની ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં આયુષ્યમાન અને ભૂમિ મુખ્ય ભુમિકામાં છે. આયુષ્યમાન કહે છે ભુમિ અને મારા વચ્ચે સારું તાલમેલ રહે છે, આ કારણે અમે એક બીજા સાથે સારી રીતે કામ કરી શકીએ છીએ. આ વખતની જે ફિલ્મ છે તેની સ્ક્રિપ્ટ ખુબ જ જોરદાર છે અને એ કારણે સમસ્ત દર્શકો આ ફિલ્મ સાથે જોડાઇ જશે તેવી આશા છે. ભુમિ ખુબ જ પ્રતિભાશાળી અભિનેત્રી છે. તેની સાથે કામ કરવું હમેંશા મજેદાર રહ્યું છે. ભુમિએ કહ્યું હતું મને આયુષ્યમાનને અસલી જિંદગી સાથે જોડાયેલી ફિલ્મો ખુબ ગમે છે.