ફિલ્મ જગત
News of Thursday, 8th April 2021

ચેક બાઉન્સ કેસમાં અભિનેતા શરત કુમાર અને તેની પત્નીને એક વર્ષની સજા

મુંબઈ: અભિનેતા-નેતા આર.શરત કુમાર અને તેની પત્ની રાધિકા અને અન્ય એક વ્યક્તિને ચેક બાઉન્સ કેસમાં એક વર્ષની સજા સંભળાવી હતી. જો કે સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ નોંધાયેલા કેસોની સુનાવણી માટે રચાયેલી વિશેષ અદાલતે આરોપી દ્વારા અપીલ દાખલ થયા બાદ તેને 30 દિવસ માટે મુલતવી રાખવા જણાવ્યું છે. બંને નેતા છે જ્યારે રાજકીય પક્ષ ઓલ ઈન્ડિયા સામથુવ મક્કલ કચ્છીના અધ્યક્ષ કુમાર પણ પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય છે. ફિલ્મોનું ભંડોળ પૂરું પાડતી કંપની રેડિયન્સ મીડિયા પ્રા.લિ.ના જણાવ્યા અનુસાર, મેજિક ફ્રેમ્સ કંપનીએ 1.50 કરોડ રૂપિયા લીધા. કુમાર, રાધિકા અને લિસ્ટિન સ્ટીફન કંપનીમાં ભાગીદાર છે. કુમારે પાછળથી કંપની પાસેથી 50 લાખ રૂપિયાની લોન લીધી, જેના બદલામાં તેણે ચેક આપ્યો. જ્યારે ચેક મૂકવામાં આવ્યા ત્યારે તમામ ચેક બાઉન્સ થઈ ગયા. કંપનીની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

(6:14 pm IST)