ફિલ્મ જગત
News of Thursday, 8th April 2021

નાગિન-4ની અભિનેત્રી સાયંતની ઘોષને સોશ્‍યલ મીડિયા ઉપર ખરાબ સવાલનો સામનો કરવો પડયોઃ યુઝરે ઇનરવેરની સાઇઝ પૂછી લીધી

નવી દિલ્હીઃ નાગિન 4 જેવા ટીવી શોમાં પોતાના શાનદાર અભિયન દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી ચુકેલી અભિનેત્રી સાયંતની ઘોષએ સોશિયલ મીડિયા પર એક ખરાબ સવાલનો સામનો કરવો પડ્યો. તેણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર ફેન્સ સાથે વાત કરવા માટે એક ચેટ સેશન ચલાવ્યું હતું. જે હેઠળ તે ફેન્સના સવાલોના જવાબ આપી પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી રહી હતી. આ દરમિયાન એક યૂઝરે તેના  ઇનરવેરની સાઇઝ પૂછી લીધી. તેના પર સાયંતની ઘોષે યૂઝરને તેની ભાષામાં જવાબ આપ્યો છે. સાયંતનીએ આ ઘટના પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કરી છે.

સાયંતની ઘોષે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરીમાં આ યૂઝરના ગંદા સવાલ પર જવાબ આપ્યો તે શેર કર્યો છે. જેમાં અભિનેત્રીએ આ વ્યક્તિને કહ્યું- પહેલા મને તારા IQ ની સાઇઝ કે લેવલ જણાવ. મને લાગે છે કે તે પણ ઝીરો હશે. ત્યારબાદ તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર તેને લઈને એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે આ ઘટનાને કારણે માનસિક સ્થિતિ પર પડનાર ખરાબ અસર વિશે વાત કરી છે.

સાયંતનીએ લખ્યું, 'કોઈપણ પ્રકારની બોડી શેમિંગ ખોટી છે. પરંતુ ખાસ કરી હું તે સમજી શકતી નથી કે મહિલા ઓના બ્રેસ્ટને લઈને ફેસિનેશન છે. જેમ કે શું સાઇઝ છે? માત્ર પુરૂષ જ નહીં અમે યુવતીઓ પણ આ પ્રકારની કંડીશનિંગ રાખીએ છીએ. તેણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું- એક થ્રેડ સાઇઝ વિચારને ખતમ કરવા માટે! મેં જોયું છે કે આજે  #WorldHealthDay છે પરંતુ તમે જાણો છો કે હવે મેન્ટલ હેલ્થ તમારા સ્વાસ્થ્યનો સૌથી મહત્વનો ભાગ બની ગયું છે.'

તેણે આગળ લખ્યું- 'હાં, તમારી બોડી સથે ફિટ રહો પરંતુ મગજને ન ભૂલો. આ વમય છે આપણે દરેક બોડી ટાઇમને નોર્મલાઇઝ કરીએ. હું આ ફેરફાર માટે અહીં છું. ત્યારબાદ સાયંતનીએ ફેન્સ પાસે પણ સાથ માંગ્યો છે.'

(5:19 pm IST)